પ્લાસ્ટિકના સ્થાને હવે આવશે વાંસની બનેલી બોટલ, ખાદી ગ્રામોદ્યોગની નવી શરૂઆત

  • પ્લાસ્ટિકના સ્થાને હવે આવશે વાંસની બનેલી બોટલ, ખાદી ગ્રામોદ્યોગની નવી શરૂઆત
    પ્લાસ્ટિકના સ્થાને હવે આવશે વાંસની બનેલી બોટલ, ખાદી ગ્રામોદ્યોગની નવી શરૂઆત

નવી દિલ્હીઃ દેશમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતી(2 October, Gandhi Jayanti)ના દિવસથી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો(Single Use Plastic)  ઉપયોગ બંધ કરવાનું અભિયાન કેન્દ્ર સરકાર શરૂ કરવા જઈ રહી છે ત્યારે ખાદી ગ્રામોદ્યોગ(Khadi Gramodyog) દ્વારા પ્લાસ્ટિકની બોટલનો(Plastic Bottle) એક નવો વિકલ્પ શોધી કાઢવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે હવે વાંસની બોટલ(Bamboo Bottle) તૈયાર કરાઈ છે. એટલે પીવાના પાણી માટે હવે પ્લાસ્ટિકની બોટલના સ્થાને વાંસની બોટલનો ઉપયોગ કરવામાં આવશે. 

MSME મંત્રાલય પણ વાંસની બોટલ બનાવવાનો પ્રોત્સાહન આપી રહ્યું છે. કેન્દ્રીય MSME મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં વાંસની આ બોટલ લોન્ચ કરી છે. આ બોટલોનો ઘરમાં પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ બોટલની ક્ષમતા 750 mlથી 1 લીટર સુધીની છે અને તેની કિંમત રૂ.300થી શરૂ થાય છે. એક લીટરની બોટલની કિંમત રૂ.560 છે.