'આયુષમાન ભારત' ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાંથી એકઃ વડાપ્રધાન મોદી

  • 'આયુષમાન ભારત' ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાંથી એકઃ વડાપ્રધાન મોદી
    'આયુષમાન ભારત' ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાંથી એકઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ 'આયુષમાન ભારત' યોજનાને આજે એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવન ખાતે એક ખાસ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ યોજનાનો લાભ સમગ્ર દેશના લોકોને મળી રહ્યો છે. હવે, દેશમાં કોઈ પણ બિમાર વ્યક્તિ ઈલાજ વગર રહેતી નથી, જે અગાઉ અશક્ય હતું. છેલ્લા એક વર્ષમાં લગભગ 50,000 લોકોને આ યોજાનનો ફાયદો પોતાના ગૃહ રાજ્યથી બહાર પણ મળ્યો છે. 

દિલ્હીમાં આયોજિત આરોગ્ય મંથન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "આયુષમાન ભારત ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પલગાઓમાંથી એક છે. તે માત્ર સામાન્ય માનવ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. યોજના દેશના 130 કરોડ લોકોના સામુહિક સંકલ્પ અને સામર્થ્યનું પ્રતીક પણ છે."