વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

  • વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળ્યા હતા.