હોમ અને કાર લોનવાળાને મળશે ખુશખબરી! RBI કરી શકે છે આ જાહેરાત

  • હોમ અને કાર લોનવાળાને મળશે ખુશખબરી! RBI કરી શકે છે આ જાહેરાત
    હોમ અને કાર લોનવાળાને મળશે ખુશખબરી! RBI કરી શકે છે આ જાહેરાત

નવી દિલ્હી: અર્થવ્યવસ્થાની સુસ્તી દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફેસ્ટિવલ સીઝન પણ શરૂ થઇ ગઇ છે, એવામાં માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આરબીઆઇ (RBI) તાત્કાલિક કંઇક ને કંઇક પગલાં ભરી શકે છે. જાણકારો ભલામણો અનુસાર પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ 4 ઓક્ટોબર એટલે કે આવતીકાલે RBI દ્વારા કોઇ મોટી જાહેરાત કરી શકાશે. આ વખતે પણ આરબીઆઇ રેપો રેટ (Repo rate)માં 25 બેસિસ પોઇન્ટની જાહેરાત સંભવ છે. તમને જણાવી દઇએ કે RBI ને મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 4 ઓક્ટોબરના રોજ ખતમ થશે.