હવે ફોન આવશે તો 40 સેકન્ડ નહી વાગે રીંગ, હવે ઘટીને થયો આટલો સમય!

  • હવે ફોન આવશે તો 40 સેકન્ડ નહી વાગે રીંગ, હવે ઘટીને થયો આટલો સમય!
    હવે ફોન આવશે તો 40 સેકન્ડ નહી વાગે રીંગ, હવે ઘટીને થયો આટલો સમય!

નવી દિલ્હી: અત્યારે તમારા મોબાઇલ પર જ્યારે કોઇ કોલ આવે છે તો તેની રીંગ 35 થી 40 સેકન્ડ સુધી સંભળાઇ છે. પરંતુ એરટેલ ગ્રાહકોના ફોન પર રીંગ વાગવાનો સમય 25 સેકન્ડ થઇ ગયો છે. પ્રતિદ્વંદી રિલાયન્સ જિયો સાથે બરાબરી માટે કંપનીએ આ નિર્ણય કર્યો છે. તેનો હેતુ કોલ જોડતા લાગનાર ઇન્ટરકનેક્ટ ઉપયોગ ચાર્જ (IUC) નો ખર્ચ ઘટાડવાનો પણ છે.

ટ્રાઇએ ઇન્ટરકનેક્ટ ચાર્જ પર તેના સત્તાવાર નિર્ણય પર પહોંચતાં પહેલાં આ મુદ્દે પરસ્પર ટેલિકોમ કંપનીઓ પાસે સર્વસંમત્તિથી કોઇ સમાધાન પર પહોંચવા માટે કહ્યું હતું. ઇન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્ક કોઇ એક નેટવર્કથી બીજા નેટવર્ક સાથે જોડાવવા માટે લેવામાં આવે છે. તેમાં જે નેટવર્ક પરથી કોલ કરવામાં આવે છે તે કોલ પહોંચનાર નેટવર્કને આ ચાર્જ ચુકવવો પડે છે. અત્યારે તેના દર છ પૈસ પ્રતિ મિનિટ છે. 

એરટેલે કહ્યું કે તેણે ફોનની રીંગ વાગવાના સમયને 25 સેકન્ડ સુધી સીમિત કરવાનો નિર્ણય કર્યો છે. જિયો દ્વારા આમ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેના ગ્રાહકોને અસુવિધા થઇ શકે છે. નિયામક દ્વારા આ સંબંધમાં કોઇ સ્પષ્ટ નિર્દેશ ન હોવાના લીધે કંપની પાસે કોઇ બીજો વિકલ્પ બચ્યો નથી. જોકે કંપની નિયામક સમક્ષ આ વાતને ઘણીવાર રાખી ચૂકી છે.