'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!

  • 'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!
    'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!

ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે વર્ષની ઘણી મોટી ફિલ્મોને પછાડી દીધો છે. તો બીજી તરફ ઓક્યૂપેન્સી રેટના મામલે પણ બોલીવુડની લગભગ બધી મોટી ફિલ્મો સામે ફીકી જોવા મળી રહી છે. બુધવારે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થયેલી ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને ઋત્વિક રોશન (Hrithik Roshan)ની 'વોર'એ પહેલાં જ દિવસે એવું કરી લીધું છે કે જેના લીધે હવે ટૂંક સમયમાં ફિલ્મની સીકવેંસની જાહેરાત થઇ શકે છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમના સમાચારનું માનીએ તો ફિલ્મ વોર (War)એ બોક્સ ઓફિસ પર જે પ્રકારે શરૂઆત કરી છે. તેને જોઇને મેકર્સ પણ ખૂબ ખુશ છે. વોર (War) મેકર્સ આગામી સમયમાં ઋત્વિક રોશન (Tiger Shroff) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કરવાની જાહેરાત કરી શકે છે.