Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર

  • Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર
    Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર

નવી દિલ્હીઃ આ સમયે દેશભરમાં લોકો નવરાત્રિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. અક્ષય કુમારે આ તક પોતાની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે અને દેખાડ્યું કે, આ ફિલ્મમાં તે કેવો દેખાવાનો છે.  સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની સાડી, ગળામાં તાબીઝ અને માથા પર મોટો ચાંદલો કરેલો જોવા મળી રહ્યો છે. અક્ષયના વાળ પાછળથી બંધાયેલા છે અને હાથમાં જોવા મળી રહી છે પિંક બંગડી. આ તસવીરમાં તેનો હાવભાવ કોઈ નારાજગી સ્ટોરીનો હોય તેવો લાગી રહ્યો છે. આ પોસ્ટના માધ્યમથી દુર્ભા પૂજાની શુભકામના આપતા અક્ષયે કહ્યું કે, તે આવા કેરેક્ટરને નિભાવવા જઈ રહ્યો છે, જેને લઈને તે ઉત્સુક પણ છે અને નર્વસ પણ. યૂઝર્સને તેનો લુક પસંદ આવી રહ્યો છે અને બધા તેની પ્રશંસા કરી રહ્યાં છે.