રીતિક રોશન-ટાઇગર શ્રોફની વૉરે રચ્યો ઈતિહાસ, બોક્સ ઓફિસ પર બનાવ્યા 8 રેકોર્ડ

  • રીતિક રોશન-ટાઇગર શ્રોફની વૉરે રચ્યો ઈતિહાસ, બોક્સ ઓફિસ પર બનાવ્યા 8 રેકોર્ડ
    રીતિક રોશન-ટાઇગર શ્રોફની વૉરે રચ્યો ઈતિહાસ, બોક્સ ઓફિસ પર બનાવ્યા 8 રેકોર્ડ

નવી દિલ્હીઃ રીતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉરે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. એક્શન અને ખતરનાક સ્ટંટથી ભરપૂર ફિલ્મએ બોલીવુડ ફિલ્મ માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શ પ્રમાણે, વૉરે પ્રથમ દિવસે 53.35 કરોડની છપરફાડ કમાણી કરી ઘણા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધા છે. વૉર હિન્દીની સાથે તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે.  આ ફિલ્મ રીતિક અને ટાઇગરના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. મોટી વાત છે કે વૉર બોલીવુડની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે. તેણે આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (52.25 કરોડ)ના ફર્સ્ટ ડે કલેક્શનને પછાડી દીધું છે. જ્યારે ઠગ્સ ભારતમાં 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. જાણીએ વૉરે ક્યા-ક્યા રેકોર્ડ તોડ્યા છે.  1. હાઈએસ્ટ ઓપનર હિન્દી ફિલ્મ
પાવરફુલ એક્શનથી ભરપૂર વૉરે હિન્દી રીઝનમાં 51.60 કરોડ અને તમિલ-તેલુગૂમાં મળીને 1.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન 53.35 કરોડ છે. વૉર પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.