આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ

  • આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ
    આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ

નવી દિલ્હી: ચંદીગઢમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) અને થર્મોકોલનો ઉપયોગ કરશો તો જેલની હવા ખાવી પડી શકે છે. ચંદીગઢમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) બેન કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલા પરિપત્ર હેઠળ હવે કોઇપણ પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) અને થર્મોકોલના ઉપયોગ પર પ્રતિબંધ છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ- 1986 ની કલમ 15 હ એઠળ જો કોઇપણ આ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે, તેને વધુમાં વધુ પાંચ વર્ષની સજા અથવા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે અને ખાસ કેસમાં બંને એકસાથે લગાવવા આવી શકે છે.  5000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો

ચંદીગઢ પર્યાવરણ વિભાગના નિર્દેશક દેવેંદ્વ દલાઇએ આ વખતે જાણકારી આપતાં જણાવ્યું હતું કે લોકોને ડરાવી રહ્યા નથી, પરંતુ એનજીટીના આદેશ છતાં પણ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. 5000 રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમછતાં લોકો સિંગ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) નો ઉપયોગ કરી રહ્યા છે, એટલા માટે કડકાઇ બતાવવામાં આવી રહી છે. દલાઇએ કહ્યું કે લોકોને ઘણા દિવસોથી જાગૃત કરી રહ્યા છીએ અને જાગૃતતા અભિયાન હાલ ચાલુ રહેશે જો લોકો જાણીજોઇને નિયમનું ઉલ્લંઘન કરતાં જોવા મળશે તો તેમને જોગવાઇઓ હેઠળ સજા અને દંડ પણ ફટકારવામાં આવી શકે છે.