જ્યારે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો ત્યારે કેવો લાગતો હતો યુવી, જુઓ ફોટો

  • જ્યારે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો ત્યારે કેવો લાગતો હતો યુવી, જુઓ ફોટો
    જ્યારે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો ત્યારે કેવો લાગતો હતો યુવી, જુઓ ફોટો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુકેલ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હંમેશા પોતાના ક્રિકેટના દિવસોની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. આ વખતે તેણે તે મોમેન્ટની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે, જ્યારે તે પ્રથમવાર ભારતીય ટીમમાં સિલેક્ટ થયો હતો. તેની પસંદગી આઈસીસી નોકઆઉટ ટ્રોફી-2000 માટે કરવામાં આવ્યું હતું.  યુવી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં યુવીની સાથે મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ અને વિજય દહિયા છે. યુવરાજે ફોટોને કેપ્શન આપ્યું- ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમવાર રમવા માટે પસંદગી કરવી મેજર થ્રોબેક.... યુવી અને દહિયાએ એક સાથે કેન્યા વિરુદ્ધ 3 ઓક્ટોબર, 2000ના પર્દાપણ કર્યું હતું. રસપ્રદ વાત છે કે બંન્ને બેટ્સમેનોને બેટિંગ કરવાની તક ન મળી હતી. હકીકતમાં ભારતીય ટીમને 209 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને તેણે માત્ર 2 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો.