લાંબા કરિયર માટે બુમરાહે એક્શનમાં કરવો પડશે જરૂરી ફેરફારઃ હોલ્ડિંગ

  • લાંબા કરિયર માટે બુમરાહે એક્શનમાં કરવો પડશે જરૂરી ફેરફારઃ હોલ્ડિંગ
    લાંબા કરિયર માટે બુમરાહે એક્શનમાં કરવો પડશે જરૂરી ફેરફારઃ હોલ્ડિંગ

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ આશરે આગામી બે મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર છે. ક્રિકેટના ઘણા જાણકાર બુમરાહની અલગ એક્શનને તેનું કારણ માને છે. ઘણા જાણકારોનું માનવું છે કે પોતાની અલગ એક્શનને કારણે બુમરાહ વિશ્વભરના બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરે છે હકીકતમાં તે પોતાના શરીર પર જરૂરીયાત કરતા વધુ ભાર આપે છે. પરંતુ આશીષ નેહરા જેવા કેટલાક ફાસ્ટ બોલરોની નજરમાં બુમરાહની ઈજાને એક્શન સાથે કોઈ લેવા-દેવા નથી પરંતુ તે વાતને લઈને બધા એકમત છે કે ભારત આ પ્રીમિયર ફાસ્ટ બોલરની એક્શન તેના શરીર પર જરૂર કરતા વધુ દબાવ આપે છે.  વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે પણ જસપ્રીત બુમરાહને પોતાની બોલિંગ એક્શનમાં જરૂરી ફેરફાર કરવાની સલાહ આપી છે.  હોલ્ડિંગે કહ્યું, 'હું તે કહીશ નહીં કે બુમરાહને એક્શનને કારણે પરેશાની થઈ છે કારણ કે હું નથી જાણતો કે તેને સ્ટ્રેસ ફ્રેક્ચર ક્યાં થયું છે પરંતુ તે જાણું છું અને બુમરાહને કહેવા ઈચ્છું છું- જો તેને લાંબુ કરિયર જોઈએ, તેને એવુ રન-અપ અને એક્શન જોઈએ જે તેના શરીર પર ઓછો ભાર આપે.'