ભારત- પાકિસ્તાન પરમાણુ યુદ્ધ થાય તો 12.5 કરોડ લોકો તત્કાલ મરી જાય અને...

  • ભારત- પાકિસ્તાન પરમાણુ યુદ્ધ થાય તો 12.5 કરોડ લોકો તત્કાલ મરી જાય અને...
    ભારત- પાકિસ્તાન પરમાણુ યુદ્ધ થાય તો 12.5 કરોડ લોકો તત્કાલ મરી જાય અને...

વોશિંગ્ટન : અમેરિકામાં હાલમાં જ થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો તેનાં પરિણામો ખુબ જ ખતરનાક આવી શકે છે. એટલું જ નહી ગ્લોબલ વોર્મિંગની અસરમાં પણ વધારો કરશે અને પ્રાકૃતિક દુર્ઘટનાઓ તરફ તેને દોરશે. અભ્યાસ અનુસાર સહ લેખક રુટ્ગર્સ યૂનિવર્સિટીનાં એલન રોબોકનાં અનુસાર બંન્ને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતીમાં 12.5 કરોડ લોકોના તત્કાલ મોત થશે. તેમણે કહ્યું કે, આ પ્રકારે યુદ્ધથી ન માત્ર તે સ્થળોને જ નુકસાન પહોંચશે જ્યાં પરમાણુ બોમ્બ પડશે, પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થશે.


સાયન્સ એડવાન્સેઝ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં તે માનીને નુકસાનનું અનુમાન કરવામાં આવ્યું છે કે, 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઇ શકે છે. કાશ્મીર મુદ્દે બંન્ને પાડોશીમાં અનેક વખત યુદ્ધ થઇ ચુક્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 2025 સુધી બંન્ને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધની સંયુક્ત સંખ્યા 400 થી 500 હશે.  અભ્યાસમાં રહેલા રિસર્ચરો અનુસાર પરમાણુ બોમ્બ ફુટવાની સ્થિતીમાં 1.6 થી 3.6 રકોડ ટન જેટલી રાખનું નિર્માણ થશે. જે હવામાં નાના કણોની માફક થશે. આ રાખ ઉપરના વાતાવરણમાં જશે અને એક અઠવાડીયાની અંદર વિશ્વમાં ફેલાઇ જશે. રિસર્ચરોના અનુસાર આ રાખ સૌર વિકિરણને શોષી લેશે. જેના કારણે હવા ગરમ થઇ જશે અને ધુમાડો પણ ઝડપથી ઉપર ઉઠશે.