દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને

  • દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને
    દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ ગાંધી જયંતી નિમિત્તે રેલવે તથા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ દ્વારા દેશના સ્વચ્છ રેલવે સ્ટેશનનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. રેલવે સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્તર પશ્ચિમ રેલવેએ ઝંડોલહેરાવ્યો છે. ભારતીય રેલવેના તમામ ઝોનમાં જયપુર રેલવે સ્ટેશને 931.75 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. દેશભરમાં 720 રેલવે સ્ટેશનોમાં કરાયેલા સરવેમાં પ્રથમ સ્થાને જયપુર, બીજા સ્થાને જોધપુર અને ત્રીજા સ્થાને દુર્ગાપુરા સ્ટેશન રહ્યું છે. 

રેલવે દ્વારા હાથ ધરવામાં આવતા સ્વચ્છતા સર્વેમાં ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન છેલ્લા બે વર્ષથી તમામ રેલવે ઝોનમાં પ્રથમ સ્થાન હાંસલ કરતું રહ્યું છે. આ જ રીતે 109 ઉપનગરીય રેલવે સ્ટેશનમાં અંધેરી પ્રથમ સ્થાને આવ્યું છે. ત્યાર પછી બીજા નંબરે વિરાર અને ત્રીજા નંબરે નાયગાંવ સ્ટેશન રહ્યું છે.