આદિત્ય ઠાકરે પાસે છે કુલ 16.05 કરોડની સંપત્તિ, 1 BMW કારના છે માલિક

  • આદિત્ય ઠાકરે પાસે છે કુલ 16.05 કરોડની સંપત્તિ, 1 BMW કારના છે માલિક
    આદિત્ય ઠાકરે પાસે છે કુલ 16.05 કરોડની સંપત્તિ, 1 BMW કારના છે માલિક

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 5 દાયકાથી વધુ સમય સુધી સત્તાની ધુરી રહેલા ઠાકરે પરિવાર તરફથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં મુંબઈની વરલી સીટ પરથી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ નોમિનેશન ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતાં પહેલા આદિત્યએ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમની માતા અને નાનો ભાઈ પણ તેની સાથે હતા. 

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રોડ શોમાં દેખાયા ન હતા,  પરંતુ ફોર્મ ભરતા સમયે પોતાના પુત્રની સાથે હાજર રહ્યા હતા. આ ફોર્મમાં આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિની જે વિગતો આપી છે તેના અનુસાર તેની પાસે કુલ 16.05 કરોડની સંપત્તિ છે, જેમાં રૂ.11 કરોડ 38 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે રૂ.4 કરોડ 67 લાખની અચલ સંપત્તિ છે.