ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાએ રસ્તા વચ્ચે કરી નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી

  • ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાએ રસ્તા વચ્ચે કરી નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી
    ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાએ રસ્તા વચ્ચે કરી નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી

સુરત (Surat)નો એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિક (traffic rules) નો નિયમ (Motor Vehicle Act 2019) ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે. 

આ ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લેક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું. જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નોટંકી શરૂ કરી હતી. એટલું જ નહિ, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસ કર્મીને ગાળો પણ આપી હતી.