મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા

  • મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા
    મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા

અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આજે ત્રીજો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધીમાં અત્યારસુધી કુલ 4 લાખ 70 હજાર 576 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. 

 

જિલ્લાના છ તાલુકાઓમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે એક ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી છે. સરકાર 1018 રૂપિયા એક મણ લેખે મગફળી ખરીદી કરવાની છે. જિલ્લામાં 50 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે, ત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી એન્ડ્રો પર રજિસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે. દર વખતે પડતી અવગડતાંને કારણે આ વર્ષે ગ્રામ પંચાયતોમાં પણ મગફળીની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના તાલુકા મથકના માર્કેટ યાર્ડ ઓફિસ ખાતે પણ સરકાર ઓનલાઇન નોંધણી કરી રહી છે. પણ સુવિધાઓ આપવા છતાં ખડૂતોની મુશ્કેલી ઘટતી નથી. છેલ્લા ત્રણ દિવસમાં 7 હજાર ફોર્મની સામે 4840 જેટલા ખેડૂતો જ ઓનલાઇન નોંધણી કરાવી શક્યા  છે. આજે પણ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોને ગ્રામ પંચાયત અને તાલુકા મથકે એમ બે સ્થળો પાર ધક્કા ખાવાની ફરજ પડી છે.