અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

  • અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ
    અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

/અમદાવાદ: વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર(Callcenter) ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે(Police) બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકો(american citizen)ને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા. પોલીસ ગિરફ્ત આવેલા શખ્સોના નામ વિવેકસિંહ ચૌહાણ અને અઝહર એહમદભાઈ સૈયદ છે. નાઈટ પેટ્રોલિંગમાં પોલીસે ગાડીમાંથી ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપી લીધુ છે. નવરાત્રિને લઇ વેજલપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વસ્ત્રાપુર  ક્રોસિંગ પાસે આવેલી દેસાઈપાર્ક સોસાયટી પાસે કાળા કલરની ગાડીમાં એક શખ્સ ગેરકાયદે કોલસેન્ટરની પ્રવૃતિ કરે છે તેવી માહિતીના આધારે ત્યાં જઈ તપાસ કરતા કારમાં બેઠેલા વિવેકસિહ ચૌહાણની ધરપકડ કરી હતી.