વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ

  • વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ
    વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ

વડોદરા: વડોદરા(Vadodara)ના જ્યુબિલીબાગ પાસે તલવાર અને ગુપ્તીના 8 ઘા મારીને થયેલી મયંક ટેલર(Mayank Taylor)ની ઘાતકી હત્યાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. આ પહેલાં પણ પોલીસે (Police)બે આરોપીની ધરપકડ કરી હતી. દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી. 

પોલીસ ચોપડે વોન્ટેડ બંધુઓએ 26 સપ્ટમ્બરને રાત્રે 9:30 કલાકે જ્યુબિલીબાગ પાસે શંકર પાનના ગલ્લા પર મિત્રો રાજુડી અને લાલુ સાથે ઉભેલા મયંક ટેલર પર ઘાતકી હુમલો કર્યો હતો. પંડ્યા બંધુઓએ તલવાર અને ગુપ્તીના ઉપરા છાપરી 8 ઘા ઝીંકી દેતાં મયંક લોહી લુહાણ હાલતમાં રોડ પર ફસડાઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મયંકને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું.