રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે

  • રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે
    રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે

અમદાવાદ :આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રીક્ષાચાલકો (Rickshaw Union) હડતાળ પર ઉતર્યા છે. સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો એક દિવસની હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં ચાલતી લાખો રીક્ષાના પૈડા થંભી ગયા છે. રીક્ષા સ્ટેન્ડની અપૂરતી વ્યવસ્થા, નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટ (River Front) માં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વિમાની વધુ રકમ જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ રીક્ષા દોડતી નજરે ચઢી છે. તો બીજી તરફ, હડતાળને સફળ બનાવવા રિક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં છે.