અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા ઢોંસામાંથી નીકળ્યો વંદો

  • અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા ઢોંસામાંથી નીકળ્યો વંદો
    અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા ઢોંસામાંથી નીકળ્યો વંદો

અમદાવાદ :ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવાત, વંદા જેવા જીવાતો નીકળીનો સિલસિલો અટકતો નથી. ત્યારે હવે અમદાવાદ (Ahmedabad) ની મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ (Honest Restaurant) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી વંદો નીકળ્યો હતો. એક ગ્રાહક દંપતીએ ફૂડનો વીડિયો બનાવી એએમસી (AMC) ને જાણ કરી હતી. ત્યારે હેલ્થ (Health) વિભાગે રેસ્ટોરન્ટ સામે ક્લોઝર નોટિસની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે હોટલની સીલ મારી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતની એક દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી, જેનો વીડિયો એક જાગૃત ગ્રાહકે વાયરલ (Viral Video) કર્યો હતો.