ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે

  • ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે
    ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે

બનાસકાંઠા: અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પર થયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કુલ 21 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે આ અકસ્માતની ગંભીરતાને લઇને ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળે 4 ફૂટી ઊંચી અને 23 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવાલનું કામ આગામી બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે. 

મહત્વનું છે, કે યાત્રાધામ અંબાજી પાસે આવેલા ત્રિશુળિયા ઘાટ પર અવારનવાર અકસ્માત થતા હોય છે જેના કારણે અંબાજી RNB વિભાગ દ્વારા આ રોડ પર પ્રોટેક્શન દિવાલ બનાવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી અકસ્માતનું પ્રમાણ ઘટી શકે. થોડા દિવસ અગાઉ પણ આ સ્થળ પર બસ પલટી જતા 21 લોકોના ગંભીર મોત થયા હતા.