હોકીઃ ભારતે વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજીવાર હરાવ્યું

  • હોકીઃ ભારતે વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજીવાર હરાવ્યું
    હોકીઃ ભારતે વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજીવાર હરાવ્યું

નવી દિલ્હીઃ વિશ્વમાં પાંચમા નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન જારી રાખ્યું છે. તેણે ગુરૂવારે યજમાન તથા ડિફેન્ડિંગ વર્લ્ડ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી કારમો પરાજય આપ્યો હતો.  બેલ્જિયમ પ્રવાસ પર ભારતીય ટીમે આ પહેલા બે વાર સ્પેનને પણ હરાવ્યું અને આ રીતે તેણે બેલ્જિયમ પ્રવાસ પર પાંચ મેચોની સિરીઝમાં 5-0ની જીતની સાથે પ્રવાસનું સમાપન કર્યું છે. ભારતે પ્રવાસની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમને 2-0થી, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી, ત્યારબાદ બેલ્જિયમને 2-1 અને 5-1થી પરાજય આપ્યો હતો.  પ્રવાસની અંતિમ મેચમાં ભારતીય ટીમને સાતમી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ભારતે આ લીડ સાથે પ્રથમ ક્વાર્ટરનું સમાપન કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં યજમાન બેલ્જિયમે વાપસીનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે મજબૂત ડિફેન્સે બીજા ક્વાર્ટરમાં પણ 1-0થી આગળ રાખ્યું હતું.