પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ

  • પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ
    પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારનો તખ્તાપલટ થવાની શંકાઓ ઘેરી બની છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ કમર બાજવાએ 111 બ્રિગેડની રજાઓ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં તખ્તાપલટ માટે હંમેશાં 111 બ્રિગેડનો જ ઉપયોગ કરાયો છે. સૂત્રો અનુસાર જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એક ગુપ્ત બેઠક કરી છે. 

નિષ્ણાતોના મતે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ઈમરાન ખાન સરકાર દેશમાં ફેલાયેલી ગરીબી દૂર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પીએમ ઈમરાન ખાન આખી દુનિયામાં ઉઘાડા પડી ગયા છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી ઘટનાઓ દેશની સત્તા સેનાના હાથમાં જઈ રહી હોવા તરફ ઈશારો કરી રહી છે.