ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો

  • ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો
    ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો

બોટાદા: આમતો કોઇપણ ધર્મ કે સમ્પ્રદાય કે, મંદિરમાં ભગવાનની ભક્તિ અને ધર્મની વાતો હોય છે પરંતુ ગઢડા ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બે પક્ષ વચ્ચે ને રાજકારણ ને લઈને સ્વામિનારાયણ ભગવાન ના ભક્તો ની આસ્થા તૂટી રહી છે, આ બન્ને પક્ષોને લઈને ગઢડા ગોપીનાથજી મંદિર વારંવાર વિવાદમાં આવી રહ્યું છે, ત્યારે આજે ફરી નવો વિવાદ સામે આવ્યો હતો.

ગઢડા ગોપીનાથજી મંદિર માં બે પક્ષના સાધુઓના મનભેદ ને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો, અને છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી આ મંદિર ના ટેમ્પલ બોર્ડમાં ચુંટણી પણ થી ના હતી. આ વર્ષે કોર્ટના આદેશ મુજબ અહિયાં ચુંટણી યોજાઈ હતી જેમાં વર્ષોથી સાશન કરતા આચાર્ય પક્ષનો પરાજય થયો અને સાશક તરીકે દેવ પક્ષના સાધુઓ આવ્યા, જો કે ત્યારબાદ આ મંદિર સતત ને સતત બે પક્ષના સાધુઓના મનભેદને લઈને વાંરવાર વિવાદમાં આવી રહ્યું છે.