Railway એ યાત્રીઓને આપી મોટી ભેટ, વડનગર અને મહેસાણા વચ્ચે દોડશે ટ્રેન

  • Railway એ યાત્રીઓને આપી મોટી ભેટ, વડનગર અને મહેસાણા વચ્ચે દોડશે ટ્રેન
    Railway એ યાત્રીઓને આપી મોટી ભેટ, વડનગર અને મહેસાણા વચ્ચે દોડશે ટ્રેન

નવી દિલ્હી: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતાં ભારતીય રેલવે (Indian Railway) મંગળવારે (15 ઓક્ટોબર)થી 10 નવી ટ્રેન શરૂ કરી રહી છે. આ ટ્રેનો દોડાવવામાં આવતાં હજારો મુસાફરોને સુલભતા રહેશે. નવી દોડાવવામાં આવનાર બધી ટ્રેનોને 'સેવા સર્વિસ' નામ આપવામાં આવ્યું છે. આજે બપોરે 2 વાગે રેલ મંત્રી પીયૂષ ગોયલ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન અને પેટ્રોલિયમ મંત્રી ધમેંદ્વ પ્રધાન બધી ટ્રેનોને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી બતાવી રવાના કરશે. 

કેટલી ટ્રેનો અઠવાડિયામાં છ દિવસ દોડશે
'સેવા સર્વિસ' નામથી શરૂ કરવામાં આવી રહેલી બધી ટ્રેનો પેસેન્જર ટ્રેનો છે. તેમાંથી કેટલીક દરરોજ અને કેટલીક અઠવાડિયામાં છ દિવસ દોડશે. દરરોજ દોડનાર સેવા સર્વિસ ટ્રેન દિલ્હી અને શામલી, ભુવનેશ્વર અને નારાયણગઢ શહેર, મુરકંગસેલેક અને ડિબ્રુગઢ, કોટા અને ઝાલાવાડ તથા કોયંબતૂર અને પલાની વચ્ચે દોડશે. આ ઉપરાંત જે સેવા સર્વિસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે તેમાં વડનગર અને મહેસાણા, અસારવા અને હિંમતનગર, કરૂર અને સલેમ, યશવંતપુર અને તુમુકુર અને કોયંબતૂર અને પોલ્લાચી વચ્ચે ચાલનાર ટ્રેનો છે.  હિમતનગરમાં સવારે અને સાંજે  બે વખત ટ્રેન આવશે. હિમતનગરથી અસારવા જવા માટે સવારે ૬ કલાકે અને સાંજે ૪.૩૦ કલાકે ટ્રેન દોડાવવામાં આવશે. અસારવાથી હિમતનગર આવવા માટે સવારે ૮.૩૫ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે દોડશે. હિમતનગરથી અસારવા ટ્રેનમાં બે કલાકને ૨૦ મિનીટ લાગશે.