શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ

  • શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ
    શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ

નવી દિલ્હી: તમે પણ જો મુંબઇમાં આયોજિત 'ભારત ડાયમંડ વીક' (Bharat Diamond Week)માં આવશો તો તમને આ વખતે કંઇક ખાસ જોવા મળશે. જી હા આ વખતે ડાયમંડ વીકમાં મર્સિડીઝ એસ ક્લાસ (S Class) કારને 3.5 લાખ CZ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવશે. તમને જણાવવામાં આવ્યું છે કે આ પહેલાં દુબઇમાં એક કારને 2.5 લાખ ડાયમંડ લગાવવામાં આવ્યા હતા અને આજે લક્ષ્મી ડાયમંડે રેકોર્ડ બ્રેક કર્યો છે. આ કાર વધુ ખાસિયતોથી સજ્જ છે.  આ કારની કિંમત 5 કરોડ છે. 50 કરોડ રૂપિયાની શોપિંગ કરનારને આ કાર મફતમાં મળી શકે છે. આ રેકોર્ડ લિમ્કા વર્લ્ડ બુકમાં નોંધવામાં આવશે. હીરાના વેપારીઓએ આ પહેલ ડાયમંડ ઇંડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે છે. તમને જણાવી દઇએ કે અર્થવ્યવસ્થાની સુસ્તી વચ્ચે ડાયમંડ ઇડસ્ટ્રીમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો છે.