NCP નેતા પ્રફુલ્લ પટેલને ઈડીનું સમન્સ, દાઉદ ઈબ્રાહિમના સહયોગી સાથે સંપત્તિના સોદાનો મામલો

  • NCP નેતા પ્રફુલ્લ પટેલને ઈડીનું સમન્સ, દાઉદ ઈબ્રાહિમના સહયોગી સાથે સંપત્તિના સોદાનો મામલો
    NCP નેતા પ્રફુલ્લ પટેલને ઈડીનું સમન્સ, દાઉદ ઈબ્રાહિમના સહયોગી સાથે સંપત્તિના સોદાનો મામલો

નવી દિલ્હીઃ એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવ્યા છે. ઈડીની ટીમ 18 ઓક્ટોબરના રોજ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલની મુંબઈ ઓફિસમાં પુછપરછ કરશે. પ્રફુલ્લ પટેલની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગી ઈક્બાલ મિરચીની પત્ની સાથે સંપત્તિના સોદા અંગે પુછપરછ કરવામાં આવશે. 

આ દરમિયાન પ્રફુલ્લ પટેલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં તમામ દાવાઓ ફગાવી દેતા જણાવ્યું કે, તેમને સીજે બિલ્ડિંગ દ્વારા ઈક્બાલ મિર્ચી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. દાઉદ ઈબ્રાહિમના સાથીદાર ઈક્બાલ મિરચી સાથેના તેમના સંબંધો અંગે જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે.