ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’

  • ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’
    ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’

પાટણ: રાધનપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ ધારાસભ્યતો ઠીક પણ પોતાની જાતને મંત્રી માનીને પ્રચાર કરી રહ્યા છે.  રાધનપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાણ કરનાર અલ્પેશ ઠાકોર અત્યારે બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરનો રાધનપુર બેઠકના વિસ્તારમાં આવેલા દેવ ગામે મળેલી એક સભામાં કહ્યું કે મંત્રી બનીને લશ્કરની સાથે આવીશ. આ સભાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.