મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ

  • મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ
    મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને બારત રત્ન આપવાની માગણી કરી છે. આ ઉપરાંત સંકલ્પ પત્રમાં એક કરોડ લોકોને રોજગાર આપવાની, 2022 સુધીમાં પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની અને ખેડૂતોને 12 કલાક વીજળી આપવા જેવા અનેક લોભામણા વચનો જનતાને અપાયા છે.  આ અવસરે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ સંકલ્પ પત્ર ફક્ત એક પત્ર નથી પરંતુ ખુબ ઊંડાણપૂર્વક બનાવવામાં આવેલ પત્ર છે. બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ આ સંકલ્પ પત્રનો આત્મા છે.