અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

  • અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત
    અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

નવી દિલ્હીઃ અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી પુરી કરી શકે છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ આવા સંકેત આપ્યા છે. અયોધ્યા કેસમાં મંગળવારે 39મા દિવસે સુનાવણી પુરી થઈ હતી. CJIએ જણાવ્યું કે, રામલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથન આવતીકાલે 45 મિનિટ વધુ ચર્ચા કરશે. તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન એક કલાક જવાબ આપશે. ત્યાર પછી બંને પક્ષને પોત-પોતાની દલીલ પર બોલવા માટે 45-45 મિનિટનો સમય આપવામાં આવશે. 

આ અગાઉ ચીફ જસ્ટિસે હિન્દુ પક્ષના વકીલ કે. પરાસરનને પુછ્યું હતું કે, શું તમે મુસ્લિમ પ7ના વકીલ રાજીવ ધવનની એદલીલ સાથે સહમત છો કે, એ મસ્જિદ હંમેશાં મસ્જિદ જ રહેશે? પરાસરને જવાબ આપ્યો કે, હું એટલું જ કહીશ કે એક મંદિર હંમેશાં મંદિર જ રહેશે. હું તેમની દલીલ પર કોઈ ટિપ્પણી કરી શકીશ નહીં કેમ કે હું ઈસ્લામિક માન્યતાઓનો જાણકાર નથી.