મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્તઃ અંતિમ દિવસે તમામ પક્ષોએ લગાવ્યું જોર

  • મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્તઃ અંતિમ દિવસે તમામ પક્ષોએ લગાવ્યું જોર
    મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્તઃ અંતિમ દિવસે તમામ પક્ષોએ લગાવ્યું જોર

મુંબઈ/ચંડીગઢઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના પડઘમ શનિવારે સાંજે 5 કલાકે પુરા થઈ ગયા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષના નેતાઓએ તોફાની પ્રચાર કર્યો હતો. હવે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે. 

અંતિમ દિવસે એડીચોટીનું જોર 
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ હરિયાણામાં બે રેલી કરી હતી. પહેલા સિરસા અને પછી રેવાડીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના નંદુરબાર,અકોલા, અહેમદનગરમાં ચૂંટણી રેલી સંબોધી હતી, સાથે જ કરજત અને જમખેડમાં રોડ શો પણ કર્યો હતો.