ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ

  • ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ
    ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદારની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું. તેમણે અંદિજાન ગવર્નરના કાર્યને બિરદાવતા જણાવ્યું કે, ''ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે''.