પોતાની માંદગી સંબંધિત સમાચારોથી અમિતાભ નારાજ, બ્લોગ પર લખ્યુંઃ અમારી ગોપનિયતાનું સન્માન કરો

  • પોતાની માંદગી સંબંધિત સમાચારોથી અમિતાભ નારાજ, બ્લોગ પર લખ્યુંઃ અમારી ગોપનિયતાનું સન્માન કરો
    પોતાની માંદગી સંબંધિત સમાચારોથી અમિતાભ નારાજ, બ્લોગ પર લખ્યુંઃ અમારી ગોપનિયતાનું સન્માન કરો

અમિતાભ બચ્ચને પોતાની બીમારી સંદર્ભે પ્રસાર માધ્યમોમાં ચર્ચાતી વિગતો વિશે શનિવારે મૌન તોડ્યું. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું. હોસ્પિટલમાં એડમિટ થવાના ન્યૂઝને લઈને અમિતાભે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને શોષણ બતાવ્યું અને સામાજિક રૂપથી ગેરકાયદેસર ગણાવ્યું.

અમિતાભે લખ્યું કે, ‘મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિનો ગોપનીય હક છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રૂપથી ગેરકાયદેસર છે. સમ્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી.’