બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણીમાં નહી રમે કોહલી, રોહિત બનશે કૅપ્ટન!

  •  બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણીમાં નહી રમે કોહલી, રોહિત બનશે કૅપ્ટન!
    બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણીમાં નહી રમે કોહલી, રોહિત બનશે કૅપ્ટન!

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી શકે છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી ટી-20 સિરિઝમાં નહીં રમે. તેને આરામની જરૂર છે. તેઓ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ આઈપીએલ, વિશ્વ કપ, વેસ્ટઈન્ડિઝ પ્રવાસ તથા દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં પણ સતત રમ્યો હતો. ખેલાડીઓનો વર્કલોડ મેનેજમેન્ટ અમારી પ્રાથમિકતામાં છે. ખાસ કરીને એવા ખેલાડીઓ કે જેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડી ફ્રેશ રહે અને હંમેશા પોતાની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે.