કમલેશ તિવારી હત્યા કાંડમાં સુરતના 3ની ધરપકડ, હત્યાનું કારણ છે ઘણુ ચોંકાવનારુ

  • કમલેશ તિવારી હત્યા કાંડમાં સુરતના 3ની ધરપકડ, હત્યાનું કારણ છે ઘણુ ચોંકાવનારુ
    કમલેશ તિવારી હત્યા કાંડમાં સુરતના 3ની ધરપકડ, હત્યાનું કારણ છે ઘણુ ચોંકાવનારુ

અમદાવાદ : ગુજરાત એટીએસે ઉતરપ્રદેશના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની કરી ધરપકડ. ચોવીસ કલાક કરતા ઓછા સમયમાં ગુજરાત એટીએસે આરોપીઓને દબોચી લીધા. શું કોઈ આતંકી ષડ્યંત્ર છે ? ફિલ્મે ઢબે મુખ્ય આરોપીના ઘરે અન્ય બે આરોપીઓને બોલવામાં આવ્યા અને ધરપકડ કરી સમગ્ર કેસમાં આતંકી કનેક્શનને નકારી નથી રહી. ગુજરાત એટીએસ! ઉત્તરપ્રદેશના હિન્દુમહા સમાજ સભાના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે ગુજરાત એટીએસે ત્રણ આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી લીધી છે. એટલું જ નહિ ગુજરાત એટીએસે રશીદ પઠાણ,ફેઝન અને મોલાના મોસીન નામના ત્રણેય આરોપીઓને ઘટનાના ચોવીસ કલાકમાં દબોચી લીધા છે. મહત્વની વાત એ છે કે સમગ્ર કેસમાં મહત્વની કડી રૂપ બની હોય તો એ છે કે સુરત ઉધના વિસ્તારમાં આવેલી ધરતી સવિત માર્ટ કારણકે આરોપીઓ આ જ દુકાનમાંથી મીઠાઈ લીધી હતી અને તેજ મીઠાઈ ના બોક્સમાં હથિયાર સંતાડીને ગયા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે અને આજ મીઠાઈનું બોક્સ આરોપીઓએ ઘટનાને અંજામ આપીને ફેંકી દીધું હતું અને તેના પરથી જ પોલીસની તપાસ શરુ થઇ હોવાની મનાઈ રહ્યું છે.