ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

  • ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર
    ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

અમદાવાદ : નવસારીના વાસંદા તાલુકામાં ફરી એકવાર ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેના પગલે લોકોનાં ફફડાટ વ્યાપી ગયો છે. નવસારીમાં છેલ્લો આંચકો રાત્રે સાડા આઠ વાગ્યે અનુભવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન નવસારીમાં ભુકંપના કુલ ત્રણ આંચકાઓ અનુભવાયા હતા. જેમાં છેલ્લો રાત્રે સાડા આઠે અનુભવાયેલો ભુકંપનો આંચોક 2.8ની તિવ્રતાનો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરતનાં ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિલોમીટર દુર તેનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યું છે. 

  સુરતનાં ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિલોમીટર દુર એપી સેન્ટર છે. આ ઉપરાંત બપોરે સાડા ચારે અનુભવાયેલો ઝટકો પણ 1.6ની તિવ્રતાનો હોવાનું સામે આવ્યું હતું. આ આંચકાનું એપી સેન્ટર નવસારીથી દક્ષિણ પૂર્વમાં 34 કિલોમીટર દુર નોંધાયું હતું. આ ઉપરાંત બપોરે પણ બીજો એક ભુકંપનો આંચકો અનુભવાયો હતો.જે 1.9ની તિવ્રતાનો ભુકંપ હતો. જે સુરતના ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારે એક જ દિવસમાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.