અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું

  • અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું
    અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત રીતે 'મોલ્ડિંગ ઓફ રિલીફ' પર પોતાની વૈકલ્પિક માગણી સીલબંધ કવરમાં રજુ કરી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ 'મોલ્ડિંગ ઓફ રિલીફ' પર પોતાની વૈકલ્પિક માગ સુપ્રીમમાં બંધ કવરમાં રજુ કરી છે. જ્યારે સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટ પર નિર્ણય છોડ્યો છે. 

શું હોય છે 'મોલ્ડિંગ ઓફ રિલીફ'?
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું. 

મુસ્લિમ પક્ષ
મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત રીતે 'મોલ્ડિંગ ઓફ રિલીભ' પર પોતાની વૈકલ્પિક માગણી સીલબંધ કવરમાં રજુ કરી છે. સુન્ની વકફ બોર્ડે સામાજિક સમરસતાને જોતાં નિર્ણય લેવાની જવાબદારી કોર્ટ પર છોડી છે. શિયા વકફ બોર્ડે સમગ્ર વિવાદિત જમીન પર શ્રી રામ મંદિર બને એવું જણાવ્યું છે.