Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ

  • Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ
    Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ

નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં પગ મુક્યા બાદ Reliance Jio આજે યૂજર્સમાં સૌથી લોકપ્રિય નેટવર્ક કંપની બની ગઇ છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અવાર નવાર કંપની સાથે નવા ગ્રાહકો જોડાઇ રહ્યા છે અને નવા ગ્રાહકોને જોડવાના મામલે Reliance Jio એ પોતાની સ્પર્ધામાં કંપનીઓ Airtel, Voda Idea ને પછાડી દીધી છે. કંપની સાથે જોડાયેલા નવા ગ્રાહકોના લીધે અન્ય ટેલિકોમ ઓપરેટર્સને ખૂબ નુકસાન વેઠવું પડી રહ્યું છે, કારણ કે તેમના યૂઝર્સ ધીરે ધીરે Jio તરફ વળી રહ્યા છે.   

TRAI ના રિપોર્ટ અનુસાર Reliance Jio થી ઓગસ્ટ મહીનામાં 84 લાખ નવા યૂઝર્સ જોડાયા છે અને કંપની સબ્સક્રાઇબર બેસ હવે 438 મિલિયન પહોંચી ગયા છે. એટલે કે પોતાના સ્પર્ધકોની તુલનામાં Jio નો ગ્રોથ 2.49% વધ્યો છે. જ્યારે અન્ય ટેલિકોમ ઓપરેટર્સને આ મામલે ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે.