મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી

  • મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી
    મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી
  • મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી
    મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી

નવી દિલ્હી: આજે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે બુધવારે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીને કાયદેસર કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ટેલિકોમ સેક્ટરમાં પણ સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, કોલોનીયોને કાયદેસર કરવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકાર એક સાથે કામ કરશે અને કોલોનીમાં રહેતા લોકોને તેમનો હક આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોલોનીને કાયદેસર કરવા માટે દિલ્હી સરકારે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. 1797 કોલોનીયોને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવી છે. આ કોલોની સરકારી જમીન પર બની છે. તાજેતરમાં જ કેજરીવાલ સરકારે દિલ્હીમાં અંદાજે 1797 ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોલોનીમાં અંદાજે 40 લાખ લોકો રહે છે. દિલ્હીમાં સેકન્ડ ફેઝમાં કોલોનીયોને નિયમીત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પહેલાં ફેઝમાં 1797 કોલોની છે. ત્યારપછી પણ કોઈ કોલોની બાકી રહેશે તો કેન્દ્ર સરકારે કહ્યું છે કે, 1 જાન્યુઆરી 2015 સુધી 1797 કોલોનીનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તે પછી પણ કોઈ કોલોની રહી ગઈ હશે તો તેનું પણ લિસ્ટ બનાવવામાં આવશે. દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીનો મુદ્દો પહેલાં પણ ઉભો થયો હતો. દિલ્હી સરકારે 2 નવેમ્બર 2015માં ગેરકાયદેસર કોલોનીયોને કાયદેસર કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે મોકલ્યો હતો.