નવાઝ શરીફના પુત્રનો ગંભીર આરોપઃ મારા પિતાને જેલમાં ઝેર અપાયું છે

  • નવાઝ શરીફના પુત્રનો ગંભીર આરોપઃ મારા પિતાને જેલમાં ઝેર અપાયું છે
    નવાઝ શરીફના પુત્રનો ગંભીર આરોપઃ મારા પિતાને જેલમાં ઝેર અપાયું છે

લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યારે ગંભીર છે અને હવે તેમના પુત્રએ તેમના પિતાને જેલમાં ઝેર આપવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગાવ્યો છે. સમાચાર પત્ર ડોન અુસાર નવાઝશરીફ વર્તમાનમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ લાહોરની કોટ લખતપ જેલમાં કેદ છે. તેમના પુત્ર હુસેન નવાઝે લંડનમાં આરોપ લગાવ્યો છે કે, તેના પિતાના શરીરમાં પ્લેટલેટ્સ ઘટી જવાનું કારણ ઝેર આપવું પણ હોઈ શકે છે.