પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો- પહેલા ગોળી મારી અને પછી ગળા પર ચાકૂથી સાત ઘા કર્યા

  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો- પહેલા ગોળી મારી અને પછી ગળા પર ચાકૂથી સાત ઘા કર્યા
    પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો- પહેલા ગોળી મારી અને પછી ગળા પર ચાકૂથી સાત ઘા કર્યા

લખનૌમાં બુધવારે કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટમાં જણાવ્યું છે કે કમલેશ તિવારીને પહેલા ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ ધારદાર હથિયારથી સાત ઘા કરવામાં આવ્યા હતા. ચાકૂના પ્રહારથી ડોક પર 12 સેન્ટિમીટર લાંબા અને ત્રણ સેમી ઉંડા ઘા પડ્યા હતા. મોતનું કારણ ગળુ કાપ્યા બાદ બનેલો ઘા છે. 18 ઓક્ટોબરના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. તેમની ઓફિસમાં ગળુ કાપીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પહેલા જણાવાયું હતું કે ગળુ કાપ્યા બાદ તેમને ગોળી મારવામાં આવી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પહેલા ગોળી મારવાની વાત સામે આવી છે. ગુનેગારોએ પહેલા કમલેશ સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી અને સાથે ચાય પીધી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા. મંગળવારે બન્ને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે.