જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ગયા

  • જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ગયા
    જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ગયા

નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી.