અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે

  • અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે
    અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે

અમદાવાદ : શહેરમાં યોજાયેલા જ્યોતિર્મય કાર્યક્રમને રવિશંકર મહારાજ દ્વારા સંબોધવામાં આવી હતી. જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રવિશંકર મહારાજે સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનમાં રામ મંદિર વિષે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, આશા છે કે દેશવાસીઓનું સપનું સાકાર થશે. શ્રીશ્રીએ ગુજરાત અને દેશ વાસીઓને દિવાળી અને નવા વર્ષની  શુભકામાનઓ પાઠવી જ્યોતીર્મય કાર્યક્રમમા રાજ્યના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સમુદાય માટે કાર્ય કરતી ૨૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇ હતી. 

અહીં ઉપસ્થિત સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી 1.5 લાખ આદિજાતિના બાળકોને શિક્ષણ, 8000 બાળકોને નવું જીવન, 2.5 લાખ યુવાનો ને રોજગારી માટે ટ્રેનિંગ, 26000 ખેડૂતે ને સમૃદ્ધ કરાયા, 42 નદીઓ ની કાયાકલ્પ કરાઈ, 3000 ચેકડેમ બનાવાયા, 25 લાખ મહિલાઓને સ્વરોજગાર બનાવાઈ, 32000 સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ કરાયું, સોલાર લેટરનર્સ દ્વારા 90000 ઘરો માં રોશની પોહ્ચાડવામાં આવી, 27000 મેડિકલ કેમ્પસ નું આયોજન કરવામાં આવ્યું, 6 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. 8 લાખ મોતિયાના ઓપરેશન જેવા અનેક કર્યો કરવામાં આવ્યા છે.