દિવાળીની આગલી રાત્રે સુરતમાં સનસનીખેજ લૂંટ, 2 મિનીટમાં હેલમેટ પહેરીને 6 ચોરોએ જ્વેલરી દુકાનમાં ખેલ પાડ્યો

  • દિવાળીની આગલી રાત્રે સુરતમાં સનસનીખેજ લૂંટ, 2 મિનીટમાં હેલમેટ પહેરીને 6 ચોરોએ જ્વેલરી દુકાનમાં ખેલ પાડ્યો
    દિવાળીની આગલી રાત્રે સુરતમાં સનસનીખેજ લૂંટ, 2 મિનીટમાં હેલમેટ પહેરીને 6 ચોરોએ જ્વેલરી દુકાનમાં ખેલ પાડ્યો

સુરત :દિવાળીની આગલી રાત્રે સુરત ના પુણા વિસ્તારમાં દિલધડક લૂંટ ની ઘટના સામે આવી છે. વિધાતા જવેલર્સ (Jewellers) માં 6 ચોર હેલ્મેટ પહેરીને આવ્યા હતા, અને હથિયાર બતાવી લૂંટ ચલાવાઈ હતી. ચોરીનો આંકડો 90 લાખ સુધી પહોંચી ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પુણા પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પરવત પાટિયા વિસ્તારમાંર હેતા ઈશ્વરલાલ સોની (મૂળ રાજસ્થાન) આ જ વિસ્તારમાં વિધાતા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. દિવાળીની આગલી રાત્રે શનિવારે તેઓ પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા, ત્યારે ચારથી પાંચ ઈસમો તેમની દુકાનમાં પ્રવેશ્યા હતા. આ ઈસમોએ પેહલા તો ખરીદીનું બહાન બતાવ્યું હતું, પણ બાદમાં ઈશ્વરભાઈને તેઓ પર શંકા ગઈ હતી. પરંતુ તેઓ કંઈ શકે તે પહેલા જ લૂંટારુ ટોળકીએ હથિયાર બતાવીને તેઓને બંધક બનાવ્યા હતા. ટોળકીએ તેઓને દાગીની આપી દેવા જણાવ્યું હતું, અને સોનાના વેપારીને લૂંટીને જતા રહ્યા હતા.