ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...

  • ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...
    ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...

નવી દિલ્હી :સીરિયા  માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના  દ્વારા ઈસ્લામિક સ્ટેટ  નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી  ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી. અમેરિકા ઓપરેશન વિશે US આર્મીના સૂત્રએ ન્યૂઝ વિકને જણાવ્યું કે, સ્પેશિયલ રેડમાં બગદાદી માર્યો ગયો છે. અમેરિકા સેનાને પણ ઉચ્ચ વિશ્વાસ છે કે, ISIS નેતા બગદાદીને સ્પેશિયલ ઓપરેશનમાં મારવામાં આવ્યો છે. ખાસ બાબત તો એ છે કે, સવારે 6.53 કલાકે (ભારતીય સમયાનુસાર) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  પણ ટ્વિટ કીને કહ્યું કે, હાલ કંઈક મોટું થયું છે. તેમની આ ટ્વિટથી અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે કે, બગદાદી માર્યો ગયો છે.