શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે જોડાયેલી છે એક લોકવાયકા

  • શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે જોડાયેલી છે એક લોકવાયકા
    શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે જોડાયેલી છે એક લોકવાયકા

અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આજે દિવાળીનો પાવનપર્વ હોઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે. પ્રકાશના પર્વમાં ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ભક્તો સવારે જ પહોંચી ગયા છે. આવતીકાલથી શરૂ થતુ નવુ વર્ષ શુભ જાય તેની કામના અર્થે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. અમદાવાદનાં સૌથી જુના અને એતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલી છે.

એક લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે મા ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી મા ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.