‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો...

  • ‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો...
    ‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો...

અમદાવાદ :ક્યાર વાવાઝોડા  ની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. આજે જ્યારે ગુજરાતભરમાં દિવાળી  નું સિલેબ્રિશન શરૂ થયું છે, ત્યારે સવારથી જ ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'ક્યાર'ની અસરને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વરસાદી છાંટાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગુજરાતના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે. 

ઓમાન તરફ ફંટાયું
વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. પરંતુ તેની અસર હાલ ગુજરાતમાં જોવા મળી છે. આ કારણે ગુજરાતના અનેક ભાગોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો સાથે જ ક્યાંક વરસાદો પણ નોંધાયો છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી પસાર થઈ પશ્ચિમી અરબી સમુદ્રથી ઓમાન તરફ જશે, જેથી હાલ તો રાહતના સમાચાર કહી શકાય.