ચોપડા થયા જૂના, અમદાવાદના વેપારીઓએ લેપટોપની પૂજા બાદ પહેલી જમા-ઉધારની નોંધ કરી

  • ચોપડા થયા જૂના, અમદાવાદના વેપારીઓએ લેપટોપની પૂજા બાદ પહેલી જમા-ઉધારની નોંધ કરી
    ચોપડા થયા જૂના, અમદાવાદના વેપારીઓએ લેપટોપની પૂજા બાદ પહેલી જમા-ઉધારની નોંધ કરી

અમદાવાદ :સમગ્ર દેશમાં દિવાળી  નો પાવનપર્વ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ચોપડા પૂજન ભાવપૂર્વક કરતા હોય છે. દરેક વેપારીઓ ઈચ્છે છે કે તેમનો ધંધો વ્યવસાય વિના વિધ્ને ચાલે અને નફો બમણો થાય. આવતીકાલથી શરૂ થતું નવું વર્ષ  તેમના વેપાર માટે લાભદાયી નીવડે તેવી પ્રાર્થના સાથે આજે દિવાળીના દિવસે નવા ચોપડામાં જમા અને ઉધારની નોંધ કરતા હોય છે. ત્યારે અમદાવાદ  ના મણિનગરમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે વેપારીઓ લેપટોપ  અને નવા ચોપડા સાથે પહોંચ્યા હતા.

ચોપડા પૂજનના દિવસે વેપારીઓ ચોપડાની સાથે સાથે આજના આધુનિક યુગમાં લેપટોપ અને હાર્ડ ડિસ્કનું પણ પૂજન કરતા નજરે પડે છે. આવામાં એકાઉન્ટીંગ સોફ્ટવેરના હાઇફાઇ જમાનામાં પણ લાલ કલરના ચોપડા અને ખાતાવાહી ખરીદવા પણ મૂહર્ત જોવામાં આવે છે. લાલ કલરના ચોપડો એ શુભનું પ્રતિક છે. લક્ષ્મી પૂજન અને સરસ્વતી પૂજન વર્ષમાં એકવાર ભાવપૂર્વક કરવામાં આવે છે. કોમ્પ્યુટર આવ્યા પછી પણ ચોપડાપૂજનનું મહત્વ વેપારીઓમાં અકબંધ જોવા મળે છે.