અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, તેના ત્રણ દીકરા પણ માર્યા ગયા -ડોનાલ્ડ ટ્રમ્પે સતાવાર જાહેરાત

  • અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, તેના ત્રણ દીકરા પણ માર્યા ગયા -ડોનાલ્ડ ટ્રમ્પે સતાવાર જાહેરાત
    અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, તેના ત્રણ દીકરા પણ માર્યા ગયા -ડોનાલ્ડ ટ્રમ્પે સતાવાર જાહેરાત

વોશિંગ્ટનઃ કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ્સ (IS)નો નેતા અબુ બકર અલ-બગદાદીના મોતના સમાચાર છે. આ અંગે અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે સીરિયામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહીમાં ISISના આતંકવાદી ચીફ અબુ બકર અલ-બગદાદી અને તેના ત્રણ દીકરા માર્યા ગયા છે. તે એક સુરંગમાં છૂપાયેલો હતો. સેનાએ તેને ઘેરી લીધો ત્યારે બગદાદીએ પોતાને ઉડાવી દીધો હતો. આ ઘટનામાં અમેરિકાના કોઇ સૈનિકને હાનિ થઇ નથી. આ એક ટોપ સિક્રેટ મિશન હતું. કોઇ બીજા દેશને જાણ કરવામાં આવી નથી. માત્ર અમુક ગણતરીના લોકોને જ ખબર હતી. બગદાદી સાથે બીજા પણ આતંકી મર્યા છે.