નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !

  • નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
    નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !

અમદાવાદ : ‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 570 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

 

6 નવેમ્બરે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
‘મહા’ વાવાઝોડાની સૌથી વધુ અસર 6 તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે. જ્યારે 7 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે અગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ સતત ધીમીધારે વરસી રહ્યો છે.